ઝાલોદ, ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શેઠ પી.ટી.આર્ટ્સ અને સાયન્સ કોલેજ ગોધરાના પ્રિન્સીપાલ ડો. મહેશ બી.પટેલ તથા અતિથિ વિશેષ તરીકે એસ.આર.રાવ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ લલિતાબેન ડામોર અને ટ્રસ્ટના ખજાનચી પ્રોફે. ડી.સી.યાદવ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ એમ.એમ.પટેલ દ્વારા સર્વનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજમાં વર્ષ દરમિયાન કરેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા વિદ્યાર્થીઓને ઈનામ અને પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. એ.આર.મોદી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ બધા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.