દાહોદ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 132 દાહોદ વિધાનસભા ખાતે પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકર્તાઓ પરિવર્તન યાત્રામાં જોડાયા હતા.
દાહોદ જિલ્લાના મુખ્ય મથકમાં આવેલ 132 દાહોદ વિધાનસભા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટરસાયકલો લઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ પરિવર્તન યાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસની આ પરિવર્તન યાત્રા દાહોદના રાબદાળ ખાતેથી સવારે 10:30 વાગ્યાના સમયે નીકળી હતી અને ત્યાંથી અનાજ માર્કેટ રોડ થઈ ટોપી હોલ ખાતે પહોંચી હતી. જ્યાં સવારના 11:30 કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ ટોપી હોલ ખાતે જાહેર સભાને સંબોધિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મોહન પ્રકાશ ઝા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી ઉષાબેન નાયડુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ ભાઇ પટેલ, રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.