અમદાવાદ, ગાયક કલાકાર કિંજલ દવેના પ્રખ્યાત ચાર-ચાર બંગડી ગીતનો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ ગીત પર સ્ટે આપ્યો હતો. જે સ્ટે હાઈકોર્ટ દ્વારા લંબાવવામાં આવતા હાઈકોર્ટે ગીત પરનો સ્ટે લંબાવતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે.
ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો વિવાદ વયો છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવે ૨૬ માર્ચ સુધી ચાર-ચાર બંડગી ગીત ગાઈ શકશે નહી. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી હતી. ૨૬ માર્ચે આ અંગે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો હતો.
અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી.ત્યારે અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે.
મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ’ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમશયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર નહોતા કરી શક્યા નહતા અને કિંજલ દવે એ કેસ જીતી ગઈ હતી. એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર ૬ માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૦ ડિસેમ્બર ૨૦૧૬થી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી ૨૦૧૭માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાતક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ૨૦૧૫માં કરી હતી. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.