પી.બી.એમ એક્ટ હેઠળ સજા ભોગવતા કેદીએ પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીની કામીગીરીની કરી પ્રશંશા

જીલ્લા પુરવઠા અધિકારીની કામીગીરીની કરી પ્રશંશા

પી.બી.એમ એક્ટ હેઠળ સજા ભોગવતા કેદીએ જીલ્લા પુરવઠા અધિકારીની કામીગીરીની પ્રશંશા કરી પત્ર લખવામાં આવ્યો છે જેમાં કોઈ કેદી દ્વારા તેના સામે કાર્યવાહી કરનાર અધિકારીની જ પ્રશંશા કરવામાં આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવી છે.લાજપોર જેલમાં હાલમાં પી.બી.એમ એક્ટ હેઠળ સજા ભોગવતા કેદી કાસીમ સુજેલાએ પત્ર લખી કામગીરીની પ્રસંશા કરી હતી.કાસીમ સુજેલા ગોધરા તાલુકાના સામલી ગામની સસ્તા અનાજની દુકાનનો સંચાલક છે અને તેની સામે પી બી એમ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી

  • કોઈ કેદી દ્વારા તેના સામે કાર્યવાહી કરનાર અધિકારીની જ પ્રશંશા કરવામાં આવી હોય તેવી પ્રથમ ઘટના
  • લાજપોર જેલમાં હાલમાં પી.બી.એમ એક્ટ હેઠળ સજા ભોગવતા કેદી કાસીમ સુજેલાએ પત્ર લખી જીલ્લાપુરવઠા અધિકારીની કામગીરીની કરી પ્રસંશા
  • કાસીમ સુજેલા ગોધરા તાલુકાના સામલી ગામની સસ્તા અનાજની દુકાનનો સંચાલક છે અને તેની સામે પી બી એમ કાયદા હેઠળ કરાઈ છે કાર્યવાહી
  • કેદીએ પંચમહાલ જીલ્લામાં જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રળ બનાવવા માટે જીલ્લામાં એક સર્વે કરાવવાની પણ કરી માંગ
  • એન એફ એસ એ કાયદા હેઠળ આવતા સાચા લાભાર્થીઓને જ અનાજ મળે તે માટે સર્વે કરી ખોટા લાભાર્થીઓને સરકારી અનાજનો લાભ આપવાનો બંધ કરવામાં આવે તેવી કરી માંગ

કેદીએ પંચમહાલ જીલ્લામાં જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રળ બનાવવા માટે જીલ્લામાં એક સર્વે કરાવવાની કામગીરી કરવામાં આવે તે માટે માંગ કરી હતી.એન એફ એસ એ કાયદા હેઠળ આવતા સાચા લાભાર્થીઓને જ અનાજ મળે તે માટે સર્વે કરી ખોટા લાભાર્થીઓને સરકારી અનાજનો લાભ આપવાનો બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બચાતા એચ ટી મકવાણા દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલા તમામ સસ્તા અનાજની દુકાનો ઉપર જે પ્રકારની અસરકારક કામગીરી કરવામાં આવે છે. જેમાં કેટલાક સસ્તા અનાજના દુકાનના સંચાલકો સહિત ગોડાઉન મેનેજર ઉપર પીબીએમ હેઠળ અટકાયત કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે. જેમાંથી સુરત ખાતે આવેલા લાજપોર જેલમાં હાલમાં પીબીએમ એક્ટ હેઠળ સજા ભોગવી રહેલા કાસીમ સુજેલા એ જિલ્લા પુરવઠા અધિકારીને કામગીરીની પ્રશંસા કરી પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં આવેલ તમામ સસ્તા અનાજની દુકાનો ઉપર એનએફએસએ યોજના અંતર્ગત સરકાર દ્વારા જે અનાજ ફાળવવામાં આવે છે અને એવા લાભાર્થીઓને નિયમ અનુસાર સર્વે કરી અને ખોટી રીતે લાભ મેળવતા લાભાર્થીઓને રદ કરી જરૂરિયાતમંદ સુધી અનાજ નો લાભ મળે તે માટે પત્ર લખી રજૂઆત કરી હતી.