ઓસ્ટ્રોડા, પોલેન્ડના ઓસ્ટ્રોડામાં ૨૭ વર્ષની છોકરીએ એક ભયાનક કાંડ કર્યો છે. જેમણે પોતાને જન્મ આપીને મોટી કરી તે માતા-પિતાની ઘાતકી હત્યા કરી. યુવતીએ કુહાડીથી બન્નેને કાપી નાખ્યાં હતા એટલું જ નહીં પરંતુ હત્યા બાદ પિંક કલરની બિકિનીમાં પોતાની તસવીર પણ પોસ્ટ કરી હતી તે ઉપરાંત બીજા પણ અજીબોગરીબ વીડિયો પોસ્ટ કરતી રહી હતી. જોકે પોલીસે તપાસમાં યુવતી મનોરોગી હોવાનું જણાવ્યું છે.
આ યુવતી પોતાની જાતને શૈતાનની પૂજારણ સમજતી હતી અને તેથી માતાપિતાની બલી ચઢાવી હતી. જોકે તે મનોરોગી નીકળી છે. આરોપી યુવતીનું નામ ક્લાઉડિયા ડબલ્યુ હોવાનું કહેવાય છે. ઘરમાંથી તેના માતા-પિતાની લાશ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
તેણે શરૂઆતમાં આ ગુનાની કબૂલાત કરી હતી પરંતુ પાછળથી તેને નકારી કાઢી હતી. આ પછી પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યા હોવાનો ખુલાસો થયો હતો. ક્લોડિયાએ પોતાની જાતને ’લિલિથ, ધ ડેવિલ ડોલ’ તરીકે વર્ણવી છે. નફરતનો જાદુ – જૂનો ભૂલી ગયેલો ભયાનક અવાજ.
આરોપી યુવતીએ પહેલા માતાપિતાને કુહાડીથી કાપી નાખ્યાં ત્યાર બાદ પોતાની બિકિનીવાળી તસવીર પોસ્ટ કરી હતી. રપોલેન્ડમાં આ ઘટનાથી ચકચાર મચી છે. સહુ કોઈ ફિટકાર વરસાવી રહ્યાં છે.
એક મિત્રનું કહેવું છે કે પાટનગર વોરસોમાં રહ્યા બાદ તેનું વર્તન બદલાઈ ગયું છે. તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું અને માનસિક રોગમાં સરી પડી હતી અને પોતાની જાતને શૈતાનની પૂજારણ સમજતી હતી. પોલીસે તેને ઘર નજીકથી પકડી હતી. કેસમા તેને આજીવન કારાવાસની સજા થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.