મુંબઇ,ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮ માર્ચે મહાશિવરાત્રી ૨૦૨૪ છે. શિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જુએ છે. મહાશિવરાત્રીને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. ફિલ્મી દુનિયાની વાત આવે ત્યારે લોકોને ગ્લેમર જ યાદ આવે છે. સિતારાઓ તેમના ગ્લેમર અને વૈભવી જીવનશૈલી માટે ફેમસ છે. પરંતુ ઘણા એવા સ્ટાર્સ છે જે આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ ભોલેનાથના પરમ ભક્ત છે. કેટલાક મહાદેવ માટે ઉપવાસ રાખે છે તો કેટલાકે પોતાના શરીર પર મહાદેવનો ફોટો પણ ચિત્ર્યો છે.
બોલિવૂડ એક્ટર અજય દેવગન ભગવાન શિવના પરમ ભક્ત છે. અભિનેતાની છાતી પર ભોલેનાથના ટેટૂ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. તે ભગવાનની પૂજા પણ કરે છે. અને ભોલેનાથની તસવીરો પણ શેર કરતો રહે છે.
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન હિંદુ અને મુસ્લિમ બંને ધર્મોનું સન્માન કરે છે. તે ભગવાન શિવના મહાન ભક્ત છે. તે દર વર્ષે કેદારનાથની મુલાકાત લે છે. ગયા વર્ષે તે બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ ગઈ હતી.
ટીવીથી લઈને બોલિવૂડ અને ઓટીટી સુધી પોતાનો અભિનય કૌશલ્ય બતાવનારી ગ્લેમરસ અભિનેત્રી મૌની રોય રિયલ લાઈફમાં પૂજા પાઠમાં અતૂટ વિશ્ર્વાસ ધરાવનારાઓમ પૈકી એક છે. તે ભગવાન શિવના મહાન ભક્ત છે. મૌની રોય અવારનવાર આદિયોગી મંદિરના દર્શન કરતી નજર આવે છે.