જમીન સંપાદનના વળતર મામલે અન્યાયના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી

ભરૂચ, એક્સપ્રેસ હાઇવે સહિત સહિત સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વળતરની નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેકટર કચેરીએ મહિલાઓએ રામધૂન બોલાવી સરકારનું યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. ખેડૂતોના આકરા મિજાજને જોતા કલેકટર કચેરીએ સજજડ પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂત ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ એકત્ર થયા હતા. જમીન સંપાદનના વળતર મામલે અન્યાયના આક્ષેપ સાથે પડતર માગોને લઈ ધરતીના તટે વિરોધ નોધાવ્યો હતો. સમસ્યા હલ ન થતા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટરના પટાંગણમાં મહિલાઓએ રામધુન બોલાવી હતી.ભરૂચ જિલ્લાના અંદાજીત ૪૦ ગામના ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા.