ભરૂચ, ભરૂચ લોક્સભા ચૂંટણી પૂર્વે ગુજરાતની ભરૂચ બેઠક ચર્ચાના કેન્દ્ર સ્થાને છે એક તરફ ચૂંટણીમાં કોંગ્રેસનું પત્તુ કપાયું છે તો હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી ભાજપમાં સમાવી લેવા પ્રયાસ ચાલી રહ્યા છે. આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાની નારાજગી વચ્ચે તેમના પુત્ર મહેશ વસાવા કેસરિયા કરવા જઈ રહ્યા છે ત્યારે મહેશ વસાવા સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ અગ્રણીઓ સાથે મહેશ વસાવાની મુલાકાત કરી હતી.
બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાના ભાજપામાં પ્રવેશ પૂર્વે મનસુખ વસાવા સહિત અગ્રણીઓ મહેશ વસાવાની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મરૂતિસિંહ અટોદરિયા અને સહકારી આગેવાન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે મહેશ વસાવાએ પક્ષમાં આવકાર આપ્યો હતો. ૧૧ માર્ચે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં મહેશ વસાવા કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. આ ઉપરાંત બીટીપીનું ભાજપ માં વિલીનીકરણ થઈ શકે છે.