દાહોદ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાબૈણાના મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ રાઠવા દ્વારા આર.કે.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરની કીટ વિતરણ કાર્યક્રમ અને સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કરવામાં આવ્યો હતો.
આ પી.એચ.સી.ના કાર્યક્રમમાં તાલુકા સભ્ય લીલાબેન બારીયા કુવા વિસ્તાર તેમજ ગામ સરપંચ રાઠવા સોનલબેન આ કાર્યક્રમમાં હાજર રહી પિયર એજ્યુકેટરને કીટ આપી તેઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. રાહુલ રાઠવા દ્વારા આર .કે .એસ.કે. કાર્યક્રમ અને સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ તેમજ આરોગ્યની વિવિધ યોજનાઓ વિશે પિયર એજ્યુકેટર અને આશાઓને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ડો. નિધિ સોલંકી આયુષ મેડિકલ ઓફિસર પી.એસ.સી કુવા-બૈણા દ્વારા કિશોરીઓને એનીમિયા તેમજ માસિક દરમિયાનની સ્વચ્છતા જેવા વિષયો પર વિસ્તારમાં માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમ્યાન તમામ પિયર એજ્યુકેટરને ટી-શર્ટ, ટોપી બેગને પિયર કીટ તરીકે તેમજ પિયર મોડ્યુલ પણ આપી આવેલ તમામ કિશોર-કિશોરીઓની એડોલેસન ક્લિનિકમાં તપાસ કરી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તમામ હેલ્થ સ્ટાફ આર.બી.એસ.કે. ટીમ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ અને સુપરવાઇઝરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.