દે.બારીઆના કુવા ગામના એક ઈસમ પાસેથી દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડયો

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી વગર પાસ પરમીટ અને ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.5,000 સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.05મી માર્ચના રોજ કુવા ગામે તોરણ ફળિયામાં રહેતાં રાજુભાઈ મનસુખભાઈ બારીયાના ઘરે ઓંચિતો છાપો મારી રાજુભાઈની અંગ ઝડતી કરતાં રાજુભાઈના પેન્ટના કમ્મરના ભાગે નાઈટીના અંદરના ભાગે વગર પાસ પરમીટ અને ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.5,000 સંતાડી રાખ્યો હતો તે કબજે લઈ આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.