- વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા સમયાંતરે વિવિધ કાર્યક્રમો જરૂરી.
- દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે” ઉજવવામાં આવ્યો હતો.
દાહોદ,આ કાર્યક્રમમાં અંદાજીત 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ મ્યુઝિકલ ડે ની ઉજવણીમાં 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, ડ્યુટ ડાન્સ, ગુજરાતી, હિન્દી ગીત-ગાન તેમજ આદિવાસી લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનો આરંભ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા.અનુરાધા શર્માએ સૌના સ્વાગત સાથે આવકારીને કર્યો હતો.
આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.બી. આર.એ પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓમાં ગીત, સંગીત, નૃત્ય વગેરે કલાઓ વિકસે તે હેતુથી આવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું જરૂરી હોય છે તેમ જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ તેમાં રસ દાખવી વધુને વધુ સંખ્યામાં ભાગ લઈને પોતાનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવી જોઈએ તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના માર્ગદર્શક ડો.બી.સી.ચૌધરી, વાઇસ પ્રિંસિપાલ ડો.એચ. કે. પંચાલ, કોલેજનો સમગ્ર સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક સમિતિની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.