વિકસિત ભારત વિકસિત ગુજરાત:સંતરામપુર આઝાદ મેદાન ખાતે શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરના પ્રેરક ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

  • આજના આધુનિક યુગમાં મહિલાઓએ વિજ્ઞાન, રમત-ગમત, શિક્ષણ, ઔધોગિક, કૃષિ, પશુપાલન સહિતના ક્ષેત્રે હરણફાળ ભરી છે મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

મહીસાગરરાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અધ્યક્ષસ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે ’વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિતના મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને સહાય ચેકનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ ખાતેથી યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ગછકખ) ના માધ્યમથી ગરીબ પરિવારોને સ્વ-રોજગાર અને કુશળ વેતન રોજગાર મેળવવા સક્ષમ બનાવવાની નેમ ધરી છે. જેઓ સ્વ-સહાય જૂથો (જઇંૠત) ની મહિલાઓને આત્મનિર્ભર ભારત અભિયાન ની મહત્વ નું પરિબળ માને છે.જેને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રામીણ પરિવારોને, ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્યો અને સંસાધનો પ્રદાન કરીને સશક્તિકરણ કરવાની કામગીરી ને વેગ મળ્યો છે.રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી સ્વસહાય જૂથોને રીવોલ્ડિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ તથા કેશ ક્રેડીટ આપવામા આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓનું સમાજમાં આગવું સ્થાન હોય તેવા ઉમદા હેતુથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે આગળ ધપાવી રહી છે. આજના આધુનિક યુગમાં મહિલાઓએ વિજ્ઞાન, રમત-ગમત, શિક્ષણ, ઔધોગિક, કૃષિ, પશુપાલન સહિતના ક્ષેત્રે હરણફાળ ભરી છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સામુહિત પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઇ, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.