નડીયાદ, બેરોજગાર યુવાન-યુવતીઓને નિ:શુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા દ્વારા મોબાઈલ રિપેરિંગ 30 દિવસની તાલીમ કાર્યક્રમનું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રૂડસેટ સંસ્થા નડીઆદના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. જેમાં ખેડા જીલ્લાના 22 જેટલા બી.પી.એલ પરિવારના ભાઈઓએ તાલીમ લેવા માટે ભાગ લીધો હતો.
આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે અગ્રણી જીલ્લા પ્રબંધક, બેંક ઓફ બરોડા, ભરતકુમાર પરમારે તમામ તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન મેળવેલ તકનીકી કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરી પોતાનો સ્વરોજગાર શરૂ કરવા જણાવ્યુ હતું. તેઓ એ વધુમાં ઉમેર્યું હતું કે ભવિષ્યમાં પોતાનો સ્વરોજગાર શરૂ કરવા નાણાકીય વ્યવસ્થાના ભાગરૂપે લોન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
આ પ્રસંગે સંસ્થાના નિયામક લાદૂરામ ભરલાએ હાજર તાલીમાર્થીઓને જરૂર પડે સંસ્થા દ્વારા ચોક્કસ પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.