
ગોધરા, ગોધરા તાલુકાના મોટી કાંટડી ખાતે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવતા દિલીપસિંહ જી ઠાકોર સેવા નિવૃત્ત આગામી મે માસમાં થવાના હોય તેમનો વિદાય સમારંભ તેમજ ઉત્તમ શિક્ષક અને આચાર્ય તરીકે નીભાવેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ બહુમાન કાર્યક્રમ મોટી કાંટડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન પ્રવીણસિંહ રાઉલજી એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર સહિત વિવિધ શાળાઓનાં આચાર્ય, શિક્ષકો, આગેવાનો,ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નિવૃત્ત થનાર આચાર્યની સેવા ઓને બિરદાવી હતી.