હાલોલની પોલીકેબ કંપની દ્વારા કામદારો અને તેમના પરિવાર માટે ત્રણ દિવસનો પોલી મિલન સમારંભનું આયોજન કર્યું

હાલોલ, હાલોલપોલીકેબ કંપનીએ તેમના 11 યુનિટોમાં કામ કરતા કામદારો અને તેઓના પરિવાર સાથે પોલી મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું . કંપની સંચાલક દ્વારા આયોજન કરાયું હતું. ત્રણ દિવસ માટે યોજાવામાં આવેલ કાર્યક્રમના ત્રીજા દિવસે કામદારોના ઉત્સાહ વધારવા માટે ચેરમેન ઈન્દર ટી. જયસિંઘાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રાકેશ તલાટી તેમજ કંપનીના સી.એચ.આર.ઓ.રાજેશ નાયર, સંતોષ સાવંત તેમજ નીરજભાઈ કુંદનાની સહિત સીનિયર કર્મચારીઓ હાજર રહેતા કામદારોમાં ખાણી-પીણી અને રમત ગમત તેમજ રાઈડસો તેમજ ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ યોજયો હતો. કં5નીએ ઉત્5ાદન કરેલ ચીજ વસ્તુઓ દ્વારા ગિફટ તરીકે આપવામાં આવ્યા. કંપનીના ચેરમેન કામદારોને સંબોધન કરતાં કામદારો તમે મારા પરિવાર છો અને પરિવાર માટે આવા કાર્યક્રમ કરવામાં આવશે. હાલોલની પોલીકેબ કપંનીના સી.એચ.આર. દ્વારા ધણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે. હાલોલ-જાંબુધોડા, ધોધંબા તાલુકામાં મફત ફરતા દવાખાનુંં ચલાવવામાંં આવે છે. હાલોલ તાલુકાના ગામડાઓમાંં 87 આંગણવાડી, 13 સ્કુલો, 13 ચેકડેમ અને 13 ટોયલેટ છે. સરકરી બ્લોક 1003 સાયન્સ લેબ-14 સ્કુલો બનાવી છે. વિદ્યાર્થીઓને લીડરશીપ તાલીમ અપાી છે.