ગોધરા,
મેજીકમેટ તિરૂપતિ આંધ્ર પ્રદેશ આયોજીત તિરંગા મેકિંગ ઓનલાઈન સ્પર્ધા 2022 ઓગસ્ટ માસમાં આયોજીત કરવામાં આવી હતી. જેમાં ભારતના વિવિધ રાજ્યો માંથી પોતાના હાથથી તિરંગો બનાવી વિડિયો સાથે તૈયાર કરી બાળકોએ પોતાની કલા રજૂ કરી હતી. જેમાં ગોધરાના દસ વર્ષીય અને નેશનલ રેકોર્ડ હોલ્ડર કિહાનખાન ફિરોઝખાન પઠાણએ દેશભક્તિ સાથે પોતાના હાથથી તિરંગો બનાવી રજૂઆત કરી હતી.
ઓનલાઇન સ્પર્ધામાં દેશભરના લોકોએ ઓનલાઇન વોટીંગ કરી વિજેતા નક્કી કર્યા હતા. જેમાં સૌથી વધુ વોટ અને વ્યૂ સાથે ગોધરાના દસ વર્ષીય કિહાનખાન પઠાણ પ્રથમ ક્રમે રહે. સમગ્ર ભારતના વિજેતા બની ગોધરા, પંચમહાલ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે
મેજીકમેટ તિરૂપતિ આંધ્ર પ્રદેશ એ કુરિયર દ્વારા ખાનને ટ્રોફી, પ્રમાણપત્ર અને આકર્ષણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગિનીઝ રેકોર્ડમાં સ્થાન મેળવનાર અને દસથી વધુ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નવરચના પ્રાથમિક શાળા ગોધરાના આચાર્ય ફિરોઝખાન પઠાણના પુત્ર અને કલરવ અંગ્રેજી માધ્યમ ગોધરાના ધોરણ-5 ના વિદ્યાર્થી કિહાનખાન પઠાણ OMG નેશનલ રેકોર્ડ વિજેતા છે. તેઓને વિવિધ દેશો અને ભારતના 190 જેટલી સંસ્થાઓએ સૌથી નાના કોરોના યોદ્ધા તરીકે સન્માન મેળવેલ છે. તેઓ એક્ટિંગ, મોડલિંગ, ડ્રોઇંગ, હેન્ડ રાઈટિંગમાં ગુજરાતનું નામ રોશન કરી રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ છે .