કેદીઓ બેંગલુરુ જેલમાં કટ્ટરપંથી બની રહ્યા હતા,એનઆઇએના ૭ રાજ્યોમાં દરોડા

નવીદિલ્હી : કર્ણાટકની રાજધાની બેંગલુરુની જેલમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી દ્વારા કેટલાક કેદીઓને કટ્ટરપંથી બનાવવાનો મામલો સામે આવ્યો છે. એનઆઇએ આ કેસને લઈને મંગળવારે ૭ રાજ્યોમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. આ અંગે માહિતી આપતાં એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે કુલ ૧૭ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બેંગલુરુ સિટી પોલીસે ગયા વર્ષે જુલાઈમાં ૭ પિસ્તોલ, ૪ હેન્ડ ગ્રેનેડ, એક મેગેઝિન અને અન્ય દારૂગોળો જપ્ત કર્યા બાદ કેસ નોંયો હતો.

આ કેસમાં શરૂઆતમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ પછી, વધુ એક ધરપકડ કરવામાં આવી હતી, જે કેસમાં ધરપકડની કુલ સંખ્યા ૬ પર પહોંચી ગઈ છે. આ કેસમાં જુનૈદ અહેમદની સાથે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ટી. નાસિર પણ આરોપી છે. નાસિરે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં ૫ લોકોને કટ્ટરપંથી બનાવ્યા હતા. જુનૈદ અહેમદ ફરાર છે.એનઆઇએએ ગયા વર્ષે ઓક્ટોબરમાં આ કેસનો કબજો લીધો હતો અને ત્યાર બાદ જુનૈદ અહેમદના ઘર સહિત અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી.એનઆઇએના પ્રવક્તાએ કહ્યું કે મંગળવારે ૭ રાજ્યોમાં ૧૭ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે બેંગલુરુના એક પ્રખ્યાત કેફેમાં બોમ્બ બ્લાસ્ટનો મામલો એનઆઇએને સોંપવામાં આવ્યો છે. પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડમાં રામેશ્ર્વરમ કાફેમાં ૧ માર્ચે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટની તપાસ દ્ગૈંછને સોંપવામાં આવી છે. આના એક દિવસ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે તેમની સરકાર જરૂર પડ્યે આ કેસની તપાસ એનઆઇએને સોંપવા પર વિચાર કરી શકે છે. અત્યાર સુધી, એનઆઇએ રાષ્ટ્રીય સુરક્ષા જૂથ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ વિસ્ફોટ કેસમાં તેની તપાસમાં કર્ણાટક પોલીસને મદદ કરી છે.