વિધાનસભા ચુંટણી જાહેરાત પહેલા પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગે્રસમાં જોડાયા

  • ચુંટણી પહેલા ભાજપના કદાવર નેતા કોંગે્રસ જોડતા કોંગે્રસે આવકાર્યા.
  • આવનાર દિવસોમાં આયા રામ ગયા રામનો સીલ સિલો ચાલુ રહેશે.
    ગોધરા,
  • ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીની જાહેરાત થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. પંચમહાલ જીલ્લાના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ આજરોજ કોંગે્રસ પાર્ટીની પરિવર્તન યાત્રામાં ફાગવેલ ખાતે કોંગે્રસ પાર્ટીમાં જોડાતા પંચમહાલ જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
  • ગુજરાત રાજ્ય વિધાનસભાની ચુંટણીની જાહેરાતની ધડીઓ ગણાઈ રહી છે. ત્યારે વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પાર્ટીઓમાં ટીકીટ મેળવવા માટે દાવપેચ શરૂ થઈ ગયા છે અને આયા રામ ગયા રામની સ્થિતિ સામે આવી રહી છે. ત્યારે પાર્ટી બદલવાની રાજનીતિમાં પંચમહાલ જીલ્લો પણ બાકાત રહ્યો નથી. પંચમહાલ જીલ્લાના માજી સાંસદ અને બીજેપીના કદાવર પીઠ નેતા એવા પ્રભાતસિંહ ચૌહાણ ચુંટણી આવતાની સાથે મેદાનમાં આવતા હોય છે. હાલ જ્યારે વિધાનસભાની ચુંટણીની જાહેરાત થયાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેવામાં માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને બીજેપી માંથી ઉમેદવાર બનાવાય તેવી કોઈ શકયતા દેખાઈ રહી ન હોય ત્યારે વર્ષોથી રાજકારણમાં રહેલા અને રાજકીય દાવપેચમાં માહિર એવા પંચમહાલ જીલ્લાના બીજેપીના કદાવર નેતા પ્રભાતસિંહ ચૌહાણ બીજેપી સાથે છેડો ફાડીને આજરોજ કોંગે્રસ પાર્ટીની પરિવર્તન યાત્રા ફાગવેલ ખાતે પહોંચી હતી. જ્યાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગે્રસમાં જોડાયા છે. કોંગે્રસના મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ પ્રભાતસિંહ ચૌહાણને કોંગે્રસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. વિધાનસભાની ચુંટણીની જાહેરાત થાય તે પહેલા પંચમહાલ જીલ્લા ભાજપના અગ્રણી નેતા બીજેપી છોડીને કોંગે્રસમાં જોડાઈ જતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અત્યાર સુધી કોંગે્રસ પાર્ટી કે આમ આદમી પાર્ટી માંથી નેતાઓને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હતા. જોકે, પંચમહાલના કદાવર નેતા પ્રભાતસિંહ ચૌહાણ ભાજપનો મોહ છોડીને કોંગે્રસનો હાથ પકડતા રાજકારણ ગરમાયું છે. બીજી તરફ વડોદરા એન.સી.પી. નેતા ર્ડા. તસવીનસિંહ પણ કોંગે્રસમાં જોડાયા છે. વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થયા બાદ જોવાનું રહ્યું છે. ગુજરાતમાં પાર્ટીઓ બદલવાનો સીલ સીલો કયાં પહોંચે છે.