વિરમગામમાં ડીમોલીશન રોકવા ગુજરાત હાઈકોર્ટે મોડી રાત્રે સુનાવણી કરી

અમદાવાદ વિરમગામ મ્યુનિસીપાલીટી દ્વારા શરુ થનારા એક ડિમોલીશન ઓપરેશનને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટે રાત્રે સુનાવણી કરી હતી અને ૧ એપ્રિલ સુધી ડીમોલીશન રોકવા વીરમગામ મ્યુનીસીપાલીટીના ચીફ ઓફીસરને આદેશ આપ્યો હતો

મોહીબ હબતુલ્લાહ પટેલ નામના એક અરજદાર વતી એડવોકેટ જીત ભટ્ટે ગઈકાલે સાંજે છ વાગ્યે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને વીરમગામ મ્યુનીસીપાલીટી એક ડિમોલીશન કરવા જઈ રહી છે

તેમાં ફક્ત બે દિવસની નોટીસ આપવામાં આવી છે અને અરજદારને સાંભળવાની તક પણ અપાઈ નથી તેવું જણાવતા જ ન્યાયમૂત વૈભવી નાણાવટીએ રાત્રે ૧૦.૩૦ કલાકે સુનાવણી કરીને ડિમોલીશન અટકાવવા આદેશ આપ્યો હતો તેમજ ચીફ ઓફીસરને તા.૧ એપ્રિલના રોજ તેમનો જવાબ આપવા જણાવ્યું છે.