ગ્લોબલ ઈફેકટ: ઉતર ભારતમાં શિયાળાએ ઠંડી ગુમાવી દીધી છે

નવીદિલ્હી, ઉત્તર ભારતમાં શિયાળામાં વરસાદ ઘટી રહ્યં છે જેના કારણે શિયાળાની ૠતુ અપેક્ષા કરતા ગરમ રહેવા લાગી છે ખાસ કરીને રાત્રીની ઠંડી ઓછી થઈ રહી છે. વિશેષજ્ઞોના અનુસાર આ ઘટના ૠતુ પર જલવાયુ પરિવર્તનની અસરને દર્શાવે છે. ઉત્તર ભારતમાં આમેય વરસાદ ઓછો થાય છે, પણ આ વખત લગભગ ૩૩ ટકા ઘટાડો નોંધાયો. કલાયમેટ ટ્રેન્ડસના વિશ્લેષણમાં જણાવાયું કે વર્ષ ૨૦૨૩ બાદ આ વલણ જોવા મળ્યું છે.

રિપોર્ટ અનુસાર ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં ૩૯.૮ મિલીમીટર વરસાદ થાય છે પણ આ વખતે કુલ વરસાદ ૨૬.૮ મિલીમીટર જ નોંધાયો. જયારે ડિસેમ્બરમાં માત્ર ૬.૬ મિલીમીટર વરસાદ થયો જયારે સામાન્ય વરસાદ ૧૮.૯ મિલીમીટર હોવો જોઈએ. રિપોર્ટ અનુસાર તેમાં કુલ કમી ૬૫ ટકા રહી.

વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે, જાન્યુઆરીમાં ૯૧ ટકા ઓછો વરસાદ થયો છે અને આ ૧૯૦૧ બાદ ઓછા વરસાદનો બીજો મોટો રેકોર્ડ છે. મહિના દરમિયાન ૩૩.૮ મિલીમીટરના મુકાબલે ૩.૧ મિલીમીટર વરસાદ જ થયો. જો કે ફેબ્રુઆરીમાં સ્થિતિ બહેતર રહી અને સામાન્યથી ૫૮ ટકા વધુ વરસાદ થયો. આ પુરી સીઝન દરમિયાન વરસાદની ઘટ ૩૩ ટકા નોંધાઈ.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો ૨૦૨૪ના શિયાળાને સમગ્રતાથી જોઈએ તો ફેબ્રુઆરીમાં અધિક્તમ તાપમાન સાથે ન્યુનતમ તાપમાનમાં પણ વધારાનું વલણ જોવામાં આવ્યું. આ વખતે ન્યુનતમ તાપમાન ૧૪.૬૧ ડીગ્રી રહ્યું, જયારે આ ૧૩.૮૨ ડિગ્રીથી થોડું ઓછું હતું. આ બીજી ઘટના છે કે જયારે ફેબ્રુઆરીમાં ન્યુનતમ તાપમાન આટલુ બધુ રહ્યું હોય.

જયારે જાન્યુઆરીની વાત કરીએ તો આ ચોથો એવો અવસર છે કે જયારે ન્યુનતમ તાપમાન વધુ રહ્યું હોય. આ ૧૩.૬૯ ડિગ્રી સેલ્સીયસની તુલનામાં ૧૪.૬૬ ડીગ્રી ન્યુનતમ તાપમાન રહ્યું છે, જે સામાન્યથી ૦.૯૭ ડીગ્રી વધુ છે. વિશેષજ્ઞોએ જણાવ્યું કે તે જલવાયુની અસરને દર્શાવે છે. સાથે સાથે તે એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે ન્યુનતમ અને અધિક્તમ તાપમાન વચ્ચે રહેતું અંતર સતત ઘટી રહ્યું છે.