શહેરા,
શહેરા તાલુકાના ભીમથલ ગામે કુવામાં મોટરના પાણીની પાઈપ બાધવા જતાં 32 વર્ષીય યુવાનનું લપસી જતાં કુવામાં પડવાથી મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરા તાલુકાના ભીમથલ ગામે શૈલેષકુમાર મુળજીભાઈ પરમાર જે લાલાભાઈ વણકરના કુવા ઉ5ર મોટરની પાણીની પાઇપ બાંધવા જતા હતા. દરમિયાન શૈલેષભાઈના અકસ્માતે પગ લપસી જતાં કુવાના પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે શહેરા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાવા પામ્યો છે.