ગોધરા,
ગોધરા શહેર ખાડી ફળીયા હુસેની મસ્જીદની ગલીમાં આવેલ મકાનના બીજા માળનો પાછળનો દરવાજો તોડી અજાણ્યા ચોર ઈસમો પ્રવેશ કરી ધર માંથી 1,33,000/-રૂપીયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર ખાડી ફળીયા હુસેની મસ્જીદની ગલીમાં આવેલ મુસ્તાક અબ્દુલ ગફાર શેખના મકાનના બીજા માળનો પાછળના દરવાજાનું તાળું તોડી અજાણ્યા ચોર ઈસમો ધરમાં પ્રવેશ કર્યો હતો અને ધરમાં મુકી રાખેલ સોનાના 25 તોલાની ધરેણા અને ચાંદીના 25 ગ્રામના ધરેણા મળી 1,33,000/-રૂપીયાની મત્તાની ચોરી અજાણ્યા ઈસમો કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.