લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષે ભાજપને પ્રચાર કરવાની મોટી તક આપી છે. સોમવારે તમામ મોટા નેતાઓએ પોતાને મોદીનો પરિવાર ગણાવીને સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો બાયો પણ બદલી નાખ્યો છે. પોતાના નામની સાથે તેમણે પણ ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. સોમવારે સવારે સીએમ યોગીએ લાલુના નિવેદનને વખોડ્યું હતું અને આ પછી, ભાજપના નેતાઓએ પોતાને મોદીનો પરિવાર ગણાવીને સોશિયલ મીડિયા પર બાયો બદલવાનું શરૂ કર્યું છે. યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે પણ પોતાનો બાયો બદલીને મોદીના પરિવારને પોતાના નામ સાથે લખ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી સહિત તમામ પદાધિકારીઓ અને મંત્રીઓએ પણ પોતાના બાયોમાં ફેરફાર કર્યો છે. પોતાના નામની સાથે જ તેમણે મોદીનો પરિવાર પણ લખ્યો છે.ગત લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે જે રીતે ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું અને તમામ નેતાઓએ પોતાનો બાયો બદલી નાખ્યો હતો તેના જેવું જ અભિયાન છે.
ગત વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દો ભાજપને આપ્યો હતો. આ વખતે લાલુના આરોપો બાદ ભાજપે આ મુદ્દાને સ્પર્શ્યો છે.રવિવારે પટનામાં આયોજિત મહાગઠબંધનની રેલીમાં લાલુ યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી શું છે? મોદી કોઈ વસ્તુ નથી. મોદીનો પરિવાર પણ નથી. અરે ભાઈ, મને કહે કે તારા પરિવારમાં બાળક કેમ નહોતું. જે લોકોને વધારે બાળકો છે તેઓ કહે છે કે પરિવારવાદ છે, પરિવાર માટે લડી રહ્યો છે. ‘
લાલુ યાદવે વધુમાં કહ્યું હતું કે ‘તમારો કોઈ પરિવાર નથી. તમે હિંદુ પણ નથી. જ્યારે મોદીની માતાનું અવસાન થયું ત્યારે બધાએ જોયું કે માતાના મૃત્યુ પછી પણ મોદીએ વાળ મુંડાવ્યા નથી. જ્યારે કોઈની માતાનું મૃત્યુ થાય છે, ત્યારે મુંડન કરાવે છે પરંતુ માતાજીના અવસાન પર મોદીએ માથું મુડાવ્યું નહોતું. લાલુ યાદવના નિવેદનનો જવાબ આપતા પીએમ મોદીએ સોમવારે તેલંગાણામાં કહ્યું કે આજે જે લોકો પોતાના પરિવાર માટે ભ્રષ્ટાચાર કરે છે તે લોકો મારા પરિવાર વિશે પૂછે છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ કહી રહ્યો છે કે ‘હું મોદીનો પરિવાર છું’. પીએમ મોદીએ કહ્યું કે દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. દેશમાં જેની પાસે કોઈ નથી તેની પાસે મોદી છે. “જ્યારે હું મોડી રાત સુધી કામ કરું છું અને સમાચાર બહાર આવે છે, ત્યારે લાખો લોકો મને પત્રો લખે છે. તેઓ કહે છે કે આટલું કામ ન કરો. થોડો આરામ પણ કરો.