અમદાવાદના ગુમ યુવકની લાશ કડી નજીક નર્મદા કેનાલમાંથી મળી

અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ૧૯ વર્ષીય યુવક ગુમ થયા બાદ તેની લાશ મહેસાણા જિલ્લાના કડી નજીકથી મળી આવ્યો છે. ૨૯ ફેબ્રુઆરીથી મિલન સુથાર નામનો યુવક ગુમ થયો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરુ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મામલો હત્યાનો હોવાને લઈ તપાસ શરુ કરાઈ છે.

મહેસાણા જિલ્લાના કડી નજીકથી નર્મદા કેનાલમાંથી યુવકની લાશમ મળી આવી છે. મૃતક યુવાન અમદાવાદના ચાંદખેડાનો મિલન સુથાર હોવાનું સામે આવ્યુ છે. મિલન સુથારની તેના પાડોશમાં જ રહેતા એક યુવકે કરી હોવાની દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. યુવક મિલન સુથાર ગત ૨૯ ફેબ્રુઆરીથી ગુમ હતો. ત્યાર બાદથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

બીજી તરફ તેનો પાડોશી મિત રબારી નામના યુવક અને તેના પરિવારજનો પણ ઘરને તાળા મારીને ક્યાંક ચાલી ગયા હતા. મિલનની લાશ કેનાલમાંથી મળી આવ્યા બાદ, તેની પર ઇજાના નિશાન હોવાને લઈ હત્યાની દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મિત રબારીને લઇ પોલીસે હવે તપાસ શરુ કરી છે.