ભૂજ, કચ્છના મુંદ્રામાં લાંચ લેતા એ.સી.બીના હાથે ઝડપાઈ ગયેલા કસ્ટમ ઓફિસરને ત્યાં તપાસ ચાલી રહી છે.જેમાં આરોપી કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટના બેંક લોકરમાંથી રોકડ રકમ રૂ.૮.૯૭ લાખ તથા સોનાના બિસ્કીટ (કિમત રૂ,૬,૪૨,૦૦૦) મળી આવતા એ.સી.બી.દ્વારા લોકર સીલ કરવામાં આવ્યું.ફરિયાદીના કન્ટેનરને કસ્ટમ કલીયરન્સ કરાવવા માટે ફરજ પરના કસ્ટમના અધિકારીઓ દ્વારા રૂ એક લાખની લાંચની માંગણી કરવામાં આવેલ આ અંગે ફરિયાદીએ કચ્છ (પશ્ચિમ) એ.સી.બી. પો.સ્ટે.ભુજનો સંપર્ક કરતા આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ કસ્ટમ વર્ગ-૨, મુન્દ્રા કસ્ટમ આરોપી આલોકકુમાર શ્રી લક્ષ્મીકાંન્ત દુબે સુપ્રિન્ટેન્ડેટ (પ્રિવેન્ટી ઓફિસર) વર્ગ ૨, મુન્દ્રા કસ્ટમ,આરોપી રમેશભાઈ ગોપાલભાઈ ગઢવી, પ્રજાજન મુન્દ્રા-કચ્છનાઓની રૂપિયા ૧,૦૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા હતાં.
જે અંગે કચ્છ એ.સી.બી.પો.સ્ટે.ભુજ ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ.સી.બી.ની કાર્યવાહી અંતર્ગત આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ કસ્ટમ નાઓના રાજકોટ ખાતે આવેલ બેંકના લોકર સર્ચ કરવામાં આવેલ જે બેંક લોકર માંથી રોકડ રૂ ૮,૯૭,૦૦૦/- તથા સોનાનું બિસ્કીટ રૂ,૬,૪૨,૦૦૦/- મળી આવેલ જે લોકર સીલ કરવામાં આવેલ છે.