જામનગરથી પરત આવતા જ બિગ બીએ અંબાણીના વખાણ કર્યા

મુંબઇ, અમિતાભ બચ્ચને જામનગરની મુલાકાત પછી તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક સંદેશ પોસ્ટ કર્યો. અભિનેતાએ રવિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. ફેસ્ટિવલના છેલ્લા દિવસે અભિનેતાએ તેના પરિવાર સાથે તેની હાજરીનો અનુભવ કરાવ્યો. તેની સાથે તેનો પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ હતા.

બિગ બીએ તેમના બ્લોગ પર પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા અને વંતરા જવા વિશે એકદમ ખુલીને વાત કરી હતી. મેગાસ્ટારે તેની યાત્રાને ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય અનુભવ ગણાવ્યો હતો. તેણે લખ્યું કે તેણે આટલી ભવ્ય વસ્તુઓ પહેલા ક્યારેય જોઈ નથી.

તમેણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે અમારા જલસાના દરવાજા રવિવારે નહોતા ખુલ્યા.. પરંતુ લગ્નના દરવાજા ચોક્કસ ખુલ્લા હતા. લગ્નના લોકેશનથી લઈને દરેક વસ્તુને જોતા અમારું કહેવું છે કે અમે આ પહેલા ક્યારેય આવો અનુભવ કર્યો ન હતો. દરેક દ્રશ્ય અદ્ભુત હતું. વંતરા એનિમલ રિલીફ ફેસિલિટીની મુલાકાત લેવી એ એક સુખદ અનુભવ હતો. અમિતાભે આગળ લખ્યું, ’શ્લોકોના મહિમા અને મંત્રોના જાપથી સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.’