નવીદિલ્હી, ભોજપુરી સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. ભાજપે પવન સિંહને પશ્ર્ચિમ બંગાળના આસનસોલથી પોતાનો ઉમેદવાર બનાવ્યા હતા. જ્યાંથી ટીએમસી નેતા શત્રુધ્ન સિંહા હાલમાં સાંસદ છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું
પવન સિંહે એકસ પર પોસ્ટ કરીને કહ્યું, ’હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીંપ’ પવન સિંહની આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરતાં ટીએમસીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ તેમની આકરી ટીકા કરી છે. અભિષેક બેનર્જીએ લખ્યું, ’પશ્ચિમ બંગાળના લોકોની અદમ્ય ભાવના અને શક્તિ.’
આ પહેલા જ્યારે બીજેપીએ શનિવારે આસનસોલ સીટ માટે પવન સિંહના નામની જાહેરાત કરી ત્યારે તેણે તરત જ પોસ્ટ કરી અને બીજેપી હાઈકમાન્ડનો આભાર માન્યો. તેમણે લખ્યું, ’મને આસનસોલથી લોક્સભાના ઉમેદવાર બનાવવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ આદરણીય મહાનુભાવોને સલામ અને અભિનંદન પાઠવે છે.
તમને જણાવી દઈએ કે અભિનેતામાંથી રાજનેતા બનેલા ટીએમસી સાંસદ શત્રુધ્ન સિંહા બંગાળના આસનસોલથી સાંસદ છે અને તેમની સાથે સ્પર્ધા કરવા માટે ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. પવન સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ફિલ્મોમાં તેની એક્ટિંગ અને સિંગિંગની સાથે તેની સંપત્તિ પણ કરોડોમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પવન સિંહની અંદાજિત નેટવર્થ ૬-૮ મિલિયન ડોલર (આશરે રૂ. ૫૦-૬૫ કરોડ) છે. પવન સિંહની ગણતરી ભોજપુરી સિનેમાના સૌથી મોંઘા કલાકારોમાં થાય છે.