- અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે
- ગુજરાત આવ્યા બાદ મોરબીની મુલાકાત લેશે
- 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજકાલમાં જાહેર થઇ શકે છે. ત્યારે વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આજે સાંજે 7 વાગે તેઓ ગુજરાત આવી પહોંચશે.
ગુજરાત આવ્યા બાદ તેઓ મોરબીની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરબી દુર્ઘટનામાં મૃતક પામેલા મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે છે. ત્યાર બાદ આવતીકાલથી અમિત શાહ 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. જેમાં દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં તેઓ હાજર રહેશે.
જાણો શું છે અમિત શાહનો કાર્યક્રમ?
- અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે
- સાંજે 7 વાગે તેઓ ગુજરાત આવી પહોંચશે
- ગુજરાત આવ્યા બાદ તેઓ મોરબીની મુલાકાત લેશે
- આવતીકાલથી 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે
- દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં પણ હાજર રહેશે
નોંધનીય છે કે, ભાજપની સંકલન બેઠક એક દિવસ પાછી ઠેલાઈ છે. કારણ કે સંકલનની આ બેઠક આજે જ યોજાવાની હતી પરંતુ મોરબીની દુર્ઘટનાને લઇને આજે ગુજરાતભરમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. આથી ભાજપની સંકલન બેઠક આવતીકાલે યોજાશે. આવતીકાલથી 5 નવેમ્બર સુધી આ સંકલન બેઠક મળશે. સંકલન બેઠકમાં ઉમેદવારી માટે આવેલા બાયોડેટાની છણાવટ થશે. આ બેઠકમાં ઉમેદવારોના મંથન અંગે ભાજપ પ્રકિયા હાથ ધરશે. મહત્વની બાબત એ છે કે, દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં ખુદ અમિત શાહ હાજર રહેશે.
સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ 2 દિવસ ગુજરાતની મુલાકાતે
તદુપરાંત હવે ચૂંટણીના સમયગાળામાં અમિત શાહ સિવાય ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. 3જી તારીખે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે.
આવતીકાલે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા
અત્રે જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બરે થવાની હતી. તેવું જણાઇ રહ્યું હતું. પરંતુ મોરબી દુર્ઘટનાના કારણે કદાચ આવતીકાલે 3જી નવેમ્બરે બપોર બાદ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. દિલ્હીથી ભારતીય ચૂંટણી પંચના કમિશનર બપોર બાદ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. જેમાં મતદાન અને મતગણતરી સહિતની તારીખની જાહેરાત થશે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 29 કે 30 નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 કે 4 ડિસેમ્બરે થઇ શકે છે. જ્યારે મતગણતરી હિમાચલ પ્રદેશની મત ગણતરીના દિવસે જ એટલે કે 8 ડિસેમ્બરે જ થશે.