વડોદરા, પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના વડોદરા ખાતેના ઘરે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ર્જીંય્એ પૂર્વ રણજી ક્રિકેટર તુષાર આરોઠેના ઘરેથી ૧.૩૯ કરોડની રોકડ જપ્ત કરી છે. તુષાર આરોઠેને તેમના પુત્ર રિષી આરોઠેએ આંગડીયા મારફતે કરોડોની રોકડ રકમ મોકલી હતી.
પોલીસે રોકડ રકમ વિશે પૂછતા તુષાર આરોઠે સંતોષકારક ખુલાસો આપી ન શક્તા એસઓજી પોલીસે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની અટકાયત કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિક્રાંત રાયપતવાર અને અમિત જળીતની પણ અટકાયત કરવામાં આવી છે. પૂર્વ રણજી ક્રિકેટર રિષી આરોઠે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.