દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે તિરંગા યાત્રા કાઢવામાં આવી
આગામી તારીખ 07-03-2024 ગુરુવારના રોજ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું શુભારંભ ગુજરાતમાં ઝાલોદ નગર માથી થનાર છે. આ યાત્રાને કોંગ્રેસ પાર્ટી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી રૂપે કાઢી રહેલ છે. તેથી આ યાત્રાને આવનાર લોકસભાની ચૂંટણી પૂર્વેની તૈયારી રીતે પણ જોવામાં આવી રહેલ છે.
આગામી તારીખ 07 માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઝાલોદ નગરના ઠુઠી કંકાસીયા ચોકડી થી મુવાડા ઝાલા વસૈયા ચોક સુધી કાઢવામાં આવનાર છે. આ તિરંગા યાત્રા દ્વારા રાહુલ ગાંધીના નગર આગમન પહેલા આવકારવા તેમજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લોકો ઉત્સાહ પૂર્વક વધાવી ભવ્ય રીતે સફળ બનાવી કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે માર્ગ પર નીકળનાર છે તે માર્ગ પર નગરના લોકોને તેમજ મતદારોમા જાગૃતિ લાવવા તેમજ કોંગ્રેસને સાથ સહકાર આપવા માટેનો હતો. દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા દ્વારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરાઈ હતી કે ભારત જોડો યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાઇ કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપે તેમજ કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવે.