માનગઢ ખાતે વડાપ્રધાનની યોજાનાર રેલીની ત્રણ રાજ્યોમા અસર જોવા મળશે


દાહોદ,
તા 1/11/2022 ના રોજ એટલે કે આજરોજ રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાસવાડા જિલ્લાના માનગડમા વડાપ્રધાન મોદીની રેલી યોજવાની છે. જોકે, આ રેલી રાજસ્થાનમાં થઈ રહી છે પરંતુ તેની અસર રાજસ્થાન ઉપરાંત મઘ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતા છે. રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો આ રેલી દ્વારા વડાપ્રધાન રાજસ્થાનના આદિવાસી મતદારો ઉપરાંત મઘ્ય પ્રદેશ અને ગુજરાતના આદિવાસી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. તેની સીધી અસર ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર 1 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ જાહેર કરી શકે છે. સંસ્કૃતી મંત્રાલય આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ માટે તાજેતરમાં જ રાજસ્થાનના ઘણા નેતાઓ સાંસ્કૃતિક મંત્રાલયના અઘિકારીઓની બેઠક પણ યોજવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભેગોલિક રીતે રાજસ્થાનમાં પરંતુ ગુજરાતની સરહદને સંર્પૂણપણે અડીને આવેલા માનગઢને આદિવાસીઓની ઓળખ અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. રાજકીય જાણકારીના મતે ગુજરાતમાં ચુંટણી યોજવાની હોવાથી આવી સ્થીતીમાં જ્યારે વડાપ્રધાન મોદી આ માનગઢ માંથી ભીલ સમાજના લોકોને સંદેશ આપશે તો તેની અસર ગુજરાતના આદિવાસીઓ સુધી પહોંચશે. માનગઢ ધામનો લગભગ 80 ટકા ભાગ રાજસ્થાનમાં છે. જ્યારે બાકીનો 20 ટકા ગુજરાતમાં પડે છે. માનગઢની આસપાસ ગુજરાતના છ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, અંબાજી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ આદિવાસીઓ વસે છે. ગુજરાતમાં કુલ વસ્તીના 15 ટકા આદિવાસીઓ છે. અહીંના 182 વિધાનસભા બેઠકો માંથી 27 પર આદિવાસી વસ્તીની નિર્ણાયક સ્થીતીમાં છે. તેમાં પણ ભીલ સમાજની વસ્તી વિપુલ પ્રમણમાં છે. રાજસ્થાન ગુજરાત બોર્ડર પાસેના આ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં કોંગ્રેસની મજબુત પકડ છે. 2017 ની વિઘાનસભા ચૂંટણીમાં આ વિસ્તારની 27 બેઠકો માંથી ભાજપને નવ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. તો બે બેઠકો ઇઝઙના ખાતામાં ગઇ 2007ની વિઘાનસભા ચૂંટણીમાં કોંગ્રેસએ 27 આદિવાસી બેઠકો માંથી 14 બેઠકો જીતી હતી. 2012 ની ચૂંટણીમાં કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી. આ વિસ્તારમાં 2017 ની ચુંટણી પહેલા આદિવાસી નેતા છોટુ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી ઇઝઙની રચના કરી હતી. આ પાર્ટીને બે બેઠકો મળી હતી. હવે આ પાર્ટીની વઘતી વિશ્ર્વસનિયતાને જોતાં આમ આદમી પાર્ટીએ 2022 ની વિધાનસભા ચૂંટણી માટે ઇઝઙ સાથે ગઠબંધન કર્યું હતું. આવી સ્થીતીમાં ભાજપ પણ આદિવાસી મતદારો પ્રભાવિત વિસ્તારની આ તમામ 27 વિધાનસભા બેઠકો પર જીત મેળવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. 1913માં બ્રિટિશ સરકારે માનગઢમાં જ ભીલ સમુદાયના નેતા ગોવિંદ ગુરૂના લાખો સમર્થકોને ઘેરી લીધા અને ગોળીબાર કર્યો હતો.