હાલોલ, હાલોલ નગર ખાતે છેલ્લા ચાર વર્ષથી રહેલી ભુગર્ભ ગટર યોજનાને લઈ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે નગરમાં છાશવારે પાણીની લાઈન નાંખવા માટે ખોદેલા ખાડામાં વાહન ફસાવવાના બનાવો બની રહ્યા છે. જેમાં ગત મોડીરાતે એક શુભ પ્રસંગમાં જઈ રહેલ ડીજેનુ વાહન સ્વામિનારાયણ પોલીસ ચોકી નજીક ફસાયુ હતુ.
હાલોલ નગર ખાતે હાલમાં સ્વામિનારાયણ પોલીસ ચોકી વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. જેમાં ખોદેલા ખાડામાં વ્યવસ્થિત રીતે ઈજારદાર દ્વારા પુરાણ થયુ નહિ હોવાના કારણે એક શુભ પ્રસંગમાં જઈ રહેલુ ડીજે તે ખાડામાં ફસાઈ ગયુ હતુ. જોકે પ્રસંગને લઈ ઉપસ્થિત લોકોએ ભેગા મળી ભારે જહેમત કરી હોવા ડીજે ખાડામાંથી નહિ નીકળતા તેમજ પ્રસંગનો સમય નજીક હોય તાત્કાલિક ધોરણે ખાડામાં ફસાયેલા ડીજેના ટાયરો બહાર કાઢવા ક્રેન મંગાવવામાં આવી હતી. તે બાદ ક્રેન દ્વારા ખાડામાં ફસાયેલ ડીજેને બહાર કાઢવામાં આવ્યુ હતુ. છેલ્લા ચાર વર્ષથી હાલોલ નગર ખાતે મંથરગતિએ ચાલતી ભુગર્ભ ગટર યોજાની કામગીરીથી અસંખ્ય વાહનો વારંવાર ખાડાઓમાં ફસાવવાના બનનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.