દે.બારીઆમાં એસ.ટી.બસ સ્ટેન્ડ ખાનગી વાહનોનુ સ્ટેન્ડ બન્યુ

દે.બારીઆ, દે.બારીઆ એસ.ટી.સ્ટેન્ડમાં ખાનગી વાહનચાલકો બેરોકટોક પેસેન્જરો ભરતા હોય તેમજ ખાનગી વાહનનુ પાર્કિંગ બન્યુ હોય એસ.ટી.સ્ટેન્ડ સ્થાનિક તંત્રની મિલીભગત કે આંખ આડા કાન કરવામાં આવતા હોય જેથી ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક પોલ બહાર આવી શકે તેમ છે.

દે.બારીઆ તાલુકા મથકે આવેલ એસ.ટી.સ્ટેન્ડમાં અનેક નજીકના ગામોથી લઈ આંતરિયાળ વિસ્તારના લોકો મુસાફરી માટે એસ.ટી.નો ઉપયોગ કરતા હોવાથી એસ.ટી.સ્ટેન્ડમાં આવે છે. સ્થાનિક તંત્ર બેજવાબદાર બન્યુ હોય તેમ આ પેસેન્જર વાહનચાલકો બેરોકટોક કે કોઈનો ભય વિના એસ.ટી.પરીસરમાં પોતાના વાહનો પાર્ક કરી પેસેન્જર ભરતા હોય છે. એસ.ટી.સ્ટેન્ડમાં આવતા મુસાફરો ખાનગી વાહનચાલકો પોતાના વાહનમાં બેસાડી જવાથી સ્થાનિક બેજવાબદાર કર્મચારીઓના કારણે એેસ.ટી.વિભાગને મોટી ખોટ ઉભી થતી હોય તેમ જોવાઈ રહ્યુ છે. બીજી તરફ એસ.ટી.સ્ટેન્ડ જાણ ખાનગી વાહનોનુ પાર્કિંગ સમાન હોય તે તેમ દિવસ દરમિયાન અનેક ખાનગી વાહનચાલકો પોતાના વાહનો અહિંયા પાર્ક કરી જતા હોય છે. આ ખાનગી પેસેન્જર વાહનો તેમજ ખાનગી વાહનોનુ પાર્કિંગ બનેલા એસ.ટી.સ્ટેન્ડના કર્મીઓની મિલીભગત કે પછી આંખ આડા કાન જેવા અને સવાલો ઉભા થયા છે.