ગોધરા અલી મસ્જિદ સિગ્નલ ફળિયામાં આરોપીએ જી.ઈ.બી.વાળાને બોલાવી મારા વાયરો કાપી નાંખેલ છે તેમ કહી ઝધડો કરી માર મારતા ફરિયાદ

ગોધરા,ગોધરા અલી મસ્જિદ સિગ્નલ ફળિયામાં આરોપી ઈસમો અને ફરીયાદીની સાસુ વચ્ચે લાઈટ બાબતે બોલાચાલી કરી માર મારવા લાગ્યા હતા. અને આરોપીએ કહેલ કે, જીઈબી વાળાને બોલાવી મારા ધરના વાયરો કેમ કાપી નાંખેલ છે તેમ કહી માર મારી છરી વડે હાથના ભાગે ઈજાઓ પહોંચાડી ગડદાપાટુનો માર મારી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા અલી મસ્જિદ સિગ્નલ ફળિયા પાસે રહેતા ફરહીન હાશીમ લુણીના સાસુ સાથે આરોપી અશરફ ફારૂક બદામ એ લાઈટ બાબતે બોલાચાલી કરી મારવા લાગ્યા હતા. ફરહીન અને અન્ય વ્યકિત વચ્ચે છોડાવવા પડતા ત્યારે આરોપી અશરફ બદામ એ કાસીમને કહેલ કે, જીઈબીવાળાને બોલાવીને મારા ધરના વાયરો કેમ કાપી નાંખેલ છે તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ છરી વડે બગલના ભાગે ઈજાઓ પહોંચાડી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.