દાહોદ ,દાહોદ તાલુકાના ટીટોડી ગામે ઇન્દોર નેશનલ હાઇવે પર એક મોટરસાયકલના ચાલકે આગળ જતી અન્ય એક મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને શરીરને ગંભીર ઇજાઓ પોસ્ટર જેમાં મહિલાનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ગત તારીખ ત્રણ માર્ચના રોજ એક મોટર સાયકલનો ચાલક પોતાના કબજાની મોટરસાયકલ દાહોદ તાલુકાના ટીટોડી ગામેથી પસાર થતા ઇન્દોર નેશનલ હાઈવે પરથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી અન્ય મોટરસાયકલ લઇ પસાર થઈ રહેલ મધ્યપ્રદેશના સુનિલભાઈ અમરસિંહ ખતેડિયા તથા તેમની મોટર સાયકલની પાછળ બેઠેલ કાનાભાઈ અને સુમનબેન અનિલભાઈ ખતેડિયાનાઓને પાછળથી ટક્કર મારતા ત્રણે વ્યક્તિઓ મોટરસાયકલ પરથી ફંગોળાઈ જમીન પર ફટકાયા હતા. જેને પગલે ત્રણેયને હાથે પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ બીજાઓ પહોંચતા જેમાં સુમનબેન નું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ઈજાગ્રસ્ત સુનિલભાઈ અમરસિંહ ખતેડીયા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે