ભાજપ સાંસદની ખુલ્લેઆમ ધમકી, સ્વાભિમાનની વાત આવી તો જાતે જ ઠોકી દઈશ

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભાજપના કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર સિંહ મસ્તે રવિવારના રોજ કહ્યુ હતું કે, સ્વાભિમાનની વાત આવી તો હું ગુનેગારોને શોધીશ નહીં, પણ ઠોકી દઈશ.રવિવારના રોજ મીડિયા સાથેની વાત ચીત દરમિયાન તેમણે આ વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યુ હતું કે, જિલ્લા પંચાયત અધ્યક્ષનું પદ કાંઈ કોઈના બાપની જાગીર નથી.

હકીકતમાં જોઈએ તો, ભદોહીના જ્ઞાનપુર વિધાનસભા સીટના ધારાસભ્ય વિજય મિશ્ર પર ગત દિવસોમાં તેમના એક સગા પર ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે મધ્ય પ્રદેશની પોલીસે તેમની ધરપકડ કરી છે. મધ્ય પ્રદેશમાં મીડિયા સાથેની વાતચીતમાં વિજય મિશ્રાએ સાંસદ વિરેન્દ્ર સિંહ મસ્ત સહિત પૂર્વાંચલના અનેક લોકો પર પોતાની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે વિરેન્દ્ર સિંહને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ હતું કે, હત્યા કરવી અને કરાવવી એ મારા વિષયમાં નથી આવતું.

ભદોહીમાંથી ત્રણ વખત સાંસદ રહ્યા છે વિરેન્દ્ર સિંહ મસ્ત

આપને જણાવી દઈએ કે, વિરેન્દ્ર સિંહ ભદોહી ત્રણ વાર સાંસદ રહ્યા છે. હાલમાં તેઓ બલિયાથી ભાજપના સાંસદ છે. ગત લોકસભામાં ભાજપમાંથી તેમને ટિકિટ આપવામાં આવી હતી. જ્યાં તેઓ ચૂંટણી જીતી ગયા હતા. ભાજપે તેમને કિસાન મોર્ચાના અધ્યક્ષ પણ બનાવી રાખ્યા છે.

Don`t copy text!