ગરબાડા,ભીલોઈ ગામનો અશ્વિન કાળીયા પરમાર તા.27 જાન્યુઆરીના રોજ સવારે ગરબાડા આશ્રમ શાળા પાસેથી 14 વર્ષ અને 6 મહિનાની તરૂણીને લલચાવી પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા ભગાડી ગયો હતો. ભણવા ગયેલી તરૂણી મોડે સુધી ઘરે નહી આવતાં પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન ભીલોઈ ગામનો અશ્વિન કાળીયા પરમાર પત્ની તરીકે રાખવા તરૂણીને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તરૂણીના પિતાએ અશ્વિન કાળિયા પરમાર સામે ગરબાડા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.