આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બ્રહ્માકુમારીઝ અને વી કલબનના સંયુકત ઉપક્મે મહિલા સંમેલન યોજાયું

ગોધરા, 8મી માર્ચ-2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને

વી કલબ ગોધરાના સંયુકત ઉપક્રમે મહિલા સંમેલન બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર ગોધરા ખાતે તા. 5/3/2024નારોજ યોજાયું હતું.

8મી માર્ચ-24ના રોજ મહાશિવરાત્રીનું પર્વ હોઇ, મહિલા સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનો પરિચય બ્ર.કુ.મયુરીબેન સોનીએ આપી કરી હતી.કાર્યક્રમમાં વી કલબ ગોધરાના ડિસ્ટીકટ પ્રેસિડેન્ટ મનીષાબેન માણકે, એરીયા સેક્રેટરી હર્ષાબેન પંચાલ,કલબ ગોધરાના પ્રેસિડન્ટ અમીબેન દેસાઇ, આર્ટ ઓફ લીવીંગ તથા રવિશંકર વિદ્યામંદિરના પ્રમુખ મંજુબેન નાગર તથા એલ.એલ.એમ. ગોલ્ડ મેડાલીસ્ટ જલ ચોકસી, તથા રાજેબેને ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગ્રિક પ્રવચન કર્યા હતા.

કાર્યક્મમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર બ્રહ્માકુમારીઝના મુખ્ય સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી સુરેખા દીદીએ મહિલા ઉત્થાન માટે બહેનોને પ્રેરિત કર્યા હતા અને રાજયોગની ગહન અનુભૂતિ કરાવી હતી. શહેરા બ્રહ્માકુમારીઝના રતનદીદીએ પણ નારી કોઇ પણ ક્ષેત્રે પાછળ નથી તેમ કહી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉદાહરણ આપી મહિલાઓને આગળ વધવા આહવાન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં માહિતીખાતાના નિવૃત્ત સહાયક માહિતી નિયામક કલ્પનાબેન પટેલે ગૃહસ્થ વ્યવહારમાં રહી આધ્યાત્મિક ક્ષેત્રે પણ કેમ આગળ વધી શકાય તેનો અનુભવ વ્યકત કર્યો હતો.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમારી ઇલાદીદી, બ્રહ્માકુમારી સોનલદીદી અને રાજેબેને કર્યું હતું.