ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં નજીવી બાબતે મારા-મારીમાં યુવાનની કરી નાખી હત્યા.

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પાસે માતાજીની સ્થાપના કરવા માટે થયેલી બબાલ બાદ નવ ઈસમોના ટોળા દ્વારા બે વ્યક્તિઓ સાથે મારામારી કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું જે સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલ સતલુજ હોટેલ પાછળ આવેલી લુહાર સુથારની વાડી પાસે રહેતા તેજસ લક્ષ્મણભાઈ પરમારે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 25 ફેબ્રુઆરીએ રાત્રે સાડા દસ કલાકના સુમારે કુલદીપ અને બાદલ નામના બે યુવાનો સાથે માતાજીની સ્થાપના કરવાની અદાવતે માથાકૂટ થઇ હતી. જેની અદાવત રાખીને નવ જેટલા ઈસમો દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો. જે બાદ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લે ત્રણ યુવાનો સાથે નવ જેટલા ઈસમો દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો.

ઉશ્કેરાયેલા ઈસમો દ્વારા ભેગા મળીને ત્રણેય યુવાનોને માર મારવામાં આવ્યો હતો. નવ ઈસમો દ્વારા ઝનૂની રીતે કુલદીપને ગુપ્તાંગના ભાગે લાતો મારવામાં આવી હતી. જે બાદ કુલદીપનું માથું પકડીને ફેરવી નાખ્યું હતું, આ ઘટનામાં કુલદિપનું મૃત્યુ નીપજ્યું હતું, તમામ ઈસમો દ્વારા અન્ય બે યુવાનોને પણ માર મારીને નાસી છૂટ્યા હતા, સમગ્ર ઘટનાને લઈને તા. 3 માર્ચ રવિવારે બપોરે ત્રણ કલાકે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં આવેલી અલી મસ્જિદ પાસે લાઈટ કપાવી નાખવાની અદાવતે દંપતી દ્વારા અન્ય દંપતિને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં આવેલી અલી મસ્જિદ તલાવડી પાસે રહેતા ફરહિન હાસિમ લુણીએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 3 માર્ચ રવિવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હાજર હતા. તે વેળાએ અશરફ ફારુક બદામ અને તેઓના પત્ની નસીમ અશરફ બદામ તેઓના ઘરે આવ્યા હતા. જે બાદ બંને ઈસમો ફરહીન લુણીના સાસુ સાથે લાઈટ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને મારામારી કરવા લાગ્યા હતા. જે દરમિયાન ફરહિન અને હાસિમ છોડાવવા પડતાં અશરફ બદામે જણાવ્યું હતું કે, જીઇબીવાળાને બોલાવીને મારા ઘરના વાયરો કેમ કપાવી નાખ્યા છે, તેમ કહીને ગડદાપાટુંને માર મારીને નીચે પાડી દીધા હતા અને હાથમાં રહેલી છરી બગલબ ભાગે મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.

જ્યારે આ ઘટના દરમિયાન ફરહિન લુણી વચ્ચે છોડાવવા પડતાં જમણા હાથે છરી મારીને ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે નસીમ બદામે પણ ફરહિન સાથે મારામારી કરીને ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાને લઈને તા 3 માર્ચ રવિવારે સાંજે સવા છ કલાકે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.