સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ જિલ્લા કક્ષાના “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરાયું

  • કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિત ઈન્દીરા મેદાન ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.
  • ઉપસ્થિત મહેમાનો અને બાળકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા.

મહીસાગર,
દેશને એકજુટ કરવા માટે બહુમૂલ્ય યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ નિમિતે આજ રોજ જિલ્લા વહિવટી તંત્ર મહીસાગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના “રન ફોર યુનિટી” કાર્યક્રમ કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતમાં ઈન્દીરા મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
દરેક વ્યક્તિના મનમાં એકતા અને અખંડિતતાનો ભાવ જાગૃત થાય તે હેતુસર ” એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી કા અમૃત મહોત્સવ”ની થીમ સાથે “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેનો શુભારંભ ઇન્દિરા મેદાન ખાતેથી કરવામાં આવ્યો. મહાનુભાવોએ ફલેગ ઓફ આપી રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો. જેમા શહેરીજનો અને બાળકો જોડાયા હતા.
કલેક્ટરએ લૂણેશ્ર્વર પોલીસ ચોકી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને બાળકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, યુવા વિકાસ અધિકારી, બાળકો સહિત નગરજનો જોડાયા હતા.