ઝાલોદના કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન કચેરીના નિવૃત રોજમદાર કર્મીઓને પેન્શન સહિતના લાભો ચુકવાશે

ઝાલોદ,
નામદારગુજરાત હાઇકોર્ટ દ્વારા દાહોદ જિલ્લાના કાર્યપાલક ઇજનેર મ અને મ પંચાયતના તાબા હેઠળની ઝાલોદ મુકામે આવેલ નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાતની કચેરીમાં નોકરી કરતા અને હાલ નિવૃત થયેલા 34જેટલા ગરીબ રોજમદારોને ગ્રેજ્યુટી પેન્શન રજાઓ તથા અન્ય લાભો પેટે અંદાજી રકમ રૂપિયા 1 કરોડ 78 લાખ જેટલી માતબર રકમ ચૂકવાશે. કામદારોમાં આનંદની લાગણી.


દાહોદ જિલ્લાના મ અને મા પંચાયત ના કાર્યપાલક ઇજનેર ના તાંબા હેઠળની ઝાલોદ મુકામે આવેલ નાયબ કાર્યપાલક ઇજનેર મ અને મા પંચાયતની કચેરીમાં રોજમદાર તરીકે વર્ષોથી ફરજ બજાવતા 34 જેટલા કામદારો નિવૃત્ત થતા સમયે તેમને મળવા પાત્ર ગ્રેજ્યુટી રજાઓ પેન્શન કે અન્ય મળવાપાત્ર લાભોથી વંચિત રાખતા સામુહિક કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈ દ્વારા સરકારના લાગતા વળગતા અધિકારીઓને34 જેટલા કામદારો જેઓ વર્ષ 2005 થી 2015 સુધી સમય દરમિયાનમાં નિવૃત્તિ થયા હોય તેઓને નિવૃત્તિના લાભો આપવા બાબતે લાગતા વળગતા અધિકારીઓને નોટીસ પાઠવેલ પરંતુ તે બાબતે સરકારી અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો. જેને લઇ ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 34 કામદારોને નિવૃત્તિ પછીના તમામ લાભો જેવા કે, ગ્રેજ્યુટી પેન્શન રજાઓ તથા મળવાપાત્ર અન્ય ભથ્થાઓ મેળવવા માટે સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન નંબર 4329/21 થી દાખલ કરેલ જે અરજી ચાલી જતા ફેડરેશનના એડવોકેટની દલીલો ધ્યાને લઈ કેસમાં પડેલા પુરાવા આધારીત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેશના તમામ સંજોગો ધ્યાને લઈ તારીખ11/2/22 ના રોજ 34 કામદારોને નિવૃત્તિ પછીના તમામ લાભો આપવા માટે ન્યાયમૂર્તિ નિખિલ એસ. કારીયેલે આખરી આદેશ કરે જે આદેશનો સમય મર્યાદામાં અમલ કરવા માટે ફેડરેશના પ્રમુખ દ્વારા સરકારના સમકક્ષ અધિકારીઓને નોટિસ આપવામાં આવેલ ત્યારબાદ પણ હુકમનો અમલ કરવામાં આવેલ ન હતો. જેને લઇ હુકમના આના દર બદલ ફેડરેશને ક્ધટમ ઓફ ધ કોર્ટ એમ સી એ નંબર 868/22 દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેને લઇ સરકાર દ્વારા કામદારો તરફે એસ સી એ માં અગાઉ થયેલા હુકમને પડકાર માટે સરકાર એ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એલપીએ નંબર 301/22 થી દાખલ કરવામાં આવે જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના પેનલ ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ તથા મૌના એમ.ભટ્ટ તારીખ 6/10/22 ના રોજ અગાઉ થયેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજીમાં થયેલા હુકમને યથાવત રાખી તાત્કાલિક અસરથી વર્ષોથી નિવૃત્ત થયેલ કામદારોને રોજમદાર તરીકે દાખલ તારીખનો સમયગાળો સળંગ ગણી નિવૃત્તિની તારીખ થી મળવા પાત્ર પેન્શન ગ્રેજ્યુટી રજાઓ અન્ય લાભો વગેરે ચૂકવવાનો આદેશ કરતા નિવૃત્ત થયેલ 34+ જેટલા કામદારોને અંદાજી રકમ રૂપિયા 1 કરોડ 78 લાખ ચૂકવાશે. આમ, નામદાર ગુજરાત હાઇકોર્ટના થયેલ આદેશથી ગરીબ અને આદિવાસી વિસ્તારના કામદારો તથા તેમના પરિવારમાંં આનંદની લાગણી પ્રવૃત્તિ છે. કામદારોના પરિવારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.