અમેરિકામાં ભારતીય સિંગરને હથિયારધારી ગુનેગારોએ ગોળી મારી દીધી

વોશિગ્ટન,અમેરિકામાં ભારતીય મૂળના લોકોના મોતના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે.માહિતી અનુસાર, અમેરિકામાં ર્ક્તિન ગ્રૂપમાં સામેલ એક શીખ સંગીત કલાકારની અલાબામામાં ગુરુદ્વારાની બહાર સશ બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના ૨૩ ફેબ્રુઆરીની છે.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના ટાંડા સાહુવાલા ગામનો રહેવાસી રાજ સિંહ ઉર્ફે ગોલ્ડી ગુરુદ્વારામાં કીર્તન કરવા ગયો હતો. તે છેલ્લા દોઢ વર્ષથી આ ગ્રુપ સાથે અમેરિકામાં હતો. પોતાના જૂથ સાથે કીર્તન કર્યા પછી, ગોલ્ડી ગુરુદ્વારાની બહાર ઊભો હતો ત્યારે અજાણ્યા બદમાશોએ તેને ગોળી મારી દીધી.

ગોલ્ડી તેના પરિવારમાં સૌથી મોટો અને એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેના પિતા ધીરે સિંહનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની માતા, બે બહેનો અને એક નાનો ભાઈ છે. પરિવારે સરકારને વિનંતી કરી છે કે તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ઘરે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

ગયા મહિનાની શરૂઆતમાં, ઇન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવસટીમાં ડોક્ટરેટ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલામાં અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેને માથામાં ગોળી વાગી છે. જાણકારી અનુસાર, સમીર કામથ ૫ ફેબ્રુઆરીની સાંજે લગભગ ૫ વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો.