દાહોદ,
આજરોજ જલારામની 223 જયંતિ નિમિત્તે દાહોદ શહેરમાં આવેલ જલારામ મંદિર ખાતે ભંડારા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ જયંતિ નિમિત્તે દાહોદ શહેરમાં મંડાવાવ રોડ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ, દાહોદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 223 જલારામ જન્મ જયંતિ નિમિત્તે નિત્ય આરતી પાદુકા પુજન, હવન, સંકીર્તન શોભાયાત્રા, શોભાયાત્રાની આરતી, ધજારોહણ, ભોજન પ્રસાદી (ભંડારો), ડાયરો, નિત્ય આરતી, જલારામ બાપાની મધ્ય આરતી સહિતના વિવિધ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં. શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. ભંડારામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો.