અનેક લોકો કપિલ શર્મા શો જોવાના શોખીન હોય છે. તમે જ્યારે ઉદાસ હોવ અને આ શો જોઇ લો છો તો ખુશ થઇ જવાય છે. ફેસ પર સ્માઇલ આવવા લાગે છે. એવામાં કપિલ શર્મા પોતાના નવા શોની સાથે દર્શકો સામે આવવા માટે તૈયાર છે. સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની વર્ષો જૂની દુશ્મનીનો હવે અંત આવી ગયો છે. નેટફ્લિક્સ પર નવો શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે.
આ નવા શોનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’છે અને આ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સ્ટ્રીમિંગ ચેનલે ઓફિસિયલી સોશિયલ મિડીયા હેન્ડલ પર આગામી કોમેડી શોનું એક મસ્ત ટીઝર રિલીઝ કર્યુ છે. ટીઝરમાં કોમેડિયન અભિનેતા સુનીલ ગ્રોવર પણ નજરે પડે છે જે સાત વર્ષના લાંબા સમયગાળા પછી કપિલની સાથે ફરી જોડાયેલ જોવા મળે છે. ટીઝરમાં સુનીલ અને કપિલ સિવાય શોના બીજા સભ્યો કીકુ, શારદા, કૃષ્ણા, અભિષેક, રાજીવ ઠાકુર અને અર્ચના પૂરન સિંહ પણ શામેલ હતા.
ટીઝરની વાત કરવામાં આવે તો આ બહુ મસ્ત છે. કપિલ પોતાની ટીમની સાથે શોનું નામ એલાન કરવાનું પ્લાનિંગ કરે છે. બધા એક ધમાકેદાર એલાન કરવાની વાત કરી રહ્યા છે. જ્યાં અર્ચના પૂરન સિંહે ટાઇમ્સ સ્કવાયર, બુર્ઝ ખલીફા અને બિગ બેન જેવી ગ્લોબલ જગ્યાઓ પર એલાન કરવાની સલાહ આપતી જોવા મળી રહી છે. આ સાથે કૃષ્ણા અભિષેકની વચ્ચે બોલે છે અને કહે છે કે આ શો ભારતીય છે, આ માટે ગેટવે ઓફ ઇન્ડિયા પર લોન્ચ કરવું યોગ્ય રહેશે.
આટલામાં એક એન્ટ્રી થાય છે જેમાં સનગ્લાસ અને ફોર્મલ આઉટફિટમાં સુનીલ ગ્રોવર નજરે પડે છે. એક અવાજ આવે છે કે સુનીલ ગ્રોવરની એન્ટ્રીને કારણે બજેટ ઓછુ થઇ ગયુ છે. પરંતુ કીકુ શારદા સ્કાઇ રાઇટિંગથી શોને પ્રમોટ કરવાનો આઇડિયા આપે છે જેના પર સુનીલ ગ્રોવર સલાહ આપે છે કે એમને પ્લેનથી બચવુ જોઇએ.