સસ્તા અનાજની દુકાન ની માહિતી: 5 દુકાનના પરવાના કાયમી ધોરણે કર્યા રદ્દ

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વધુ 5 સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી ધોરણે કર્યા રદ્દ જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટિમ દ્વારા 100 થી વધુ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં કરવામાં આવી હતી તપાસ આકસ્મિક તપાસ દરમ્યાન પાંચ સરકારી સસ્તા અનાજની દુકાન માં મળી આવી હતી ગંભીર બેદરકારી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘૂસર ગામના પરમાર મહેશભાઈ અનોપસિંહ, મોરવા હડફ તાલુકાના વંદેલી ગામના ઝાલૈયા લક્ષ્મણસિંહ સુરસિંહ, હાલોલ તાલુકાના વડાતલાવ ગામના શાહ અતિતકુમાર સુભાષભાઈ, ઘોઘંબા તાલુકાના ખરખડી ગામના ઘનશ્યામભાઈ આર બારીયા અને ગોધરા તાલુકાના મજેવડી ગામના ચાવડા તખતસિંહ ફુલસિંહ નામના સસ્તા અનાજની દુકાનના ધરાવતા દુકાન સંચાલકોના પરવાના કાયમી રદ્દ કરાયા

Panchmahal Live News: સસ્તા અનાજની દુકાન ની માહિતી

સસ્તા અનાજની દુકાન ની માહિતી: જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ દરમ્યાન સિઝ કરેલા 1781 કિલો અનાજનો જથ્થો રાજ્યસાત (ખાલસા) કરી પાંચ દુકાનદારોને 3,52,360 રૂપિયાનો કરાયો દંડ આગામી દિવસોમાં પણ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ મળી આવશે તો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવશે કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારીએ પાંચ સરકારી દુકાનોના પરવાના કાયમી ધોરણે રદ્દ કરતા સસ્તા અનાજના પરવાનેદારોમાં ફફડાટ.

સસ્તા અનાજની દુકાન ની માહિતી
સસ્તા અનાજની દુકાન ની માહિતી
You May Also Be Interested in Other Topics –
1.સ્વચ્છતા અભિયાન ચિત્ર
2.ઝાલોદ તાલુકાના સમાચાર
3.કાલુપુર સ્વામિનારાયણ મંદિર