નવીદિલ્હી, ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડીજીટલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (એનબીડીએસએ)એ ૩ ટીવી ચેનલો પર દર્શાવવામાં આવતા નફરતભર્યા શો સામે કાર્યવાહી કરી છે અને તેમને દંડ કરવા અને વીડિયો દૂર કરવા માટે નિર્દેશ આપ્યા છે. જેમાં એક્ટર અમીશ, અમન અને સુધીર ચૌધરીના શો સામેલ છે. શ્રદ્ધા વાલકર હત્યા કેસ અને રામ નવમી હિંસા પર બતાવવામાં આવેલા શો માટે ટાઈમ્સ નાઉ નવભારત પર ૧ લાખ રૂપિયા અને ન્યૂઝ ૧૮ ઈન્ડિયા પર ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આજ તક ચેનલને ચેતવણી આપવામાં આવી છે. ત્રણેય ચેનલોને ૭ દિવસની અંદર વિવાદાસ્પદ વીડિયોને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહેવામાં આવ્યું છે.
એનબીડીએસએના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એકે સિકરીએ કહ્યું છે કે દરેક આંતર-ધાર્મિક લગ્નને લવ જેહાદ કહેવું ખોટું છે. જસ્ટિસ સિકરીએ સમાજમાં નફરત ફેલાવતા અને સાંપ્રદાયિક સૌહાર્દને નષ્ટ કરનારા કાર્યક્રમો ચલાવતી ત્રણ ટીવી ચેનલો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
શ્રદ્ધા વોકર મર્ડર કેસ: ન્યૂઝ ૧૮ના એક્ધર અમિષ દેવગન અને અમન ચોપરા અને ટાઈમ્સ નાઉના એક્ટર હિમાંશુ દીક્ષિતના કાર્યક્રમને અયોગ્ય ગણીને આ કેસને લવ જેહાદનું નામ આપીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવતા શો બતાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
ન્યૂઝ ૧૮ના એક્ટર અમિષ દેવગન અને અમન ચોપરા અને ટાઈમ્સ નાઉના એક્ધર હિમાંશુ દીક્ષિતના કાર્યક્રમને અયોગ્ય ગણીને આ કેસને લવ જેહાદનું નામ આપીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવતા શો બતાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.