- ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ
- ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા
- પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ જોડાયા કોંગ્રેસમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. વિગતો મૂજબ પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે.
ખેડામાં ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ
ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, આજે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
મહત્વનું છે કે, અત્યાર સુધી કોંગ્રેસ કે આપ માંથી નેતાઓ કે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હતા. જોકે આજે ભાજપના કદાવર સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે NCPનાં વડોદરાનાં નેતા ડોકટર તસવીન સિંહ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.