ગોધરા, ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ હાઇવે રોડ ગઢ ચુંદડી પાસે નાકાબંધી કરીને ટેમ્પામાં ખાલી કેરોટોની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂ કિંમત 7.71 લાખ રૂપીયાના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડવામાં જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાર્સીંગના ટેમ્પો દાહોદ થી ગોધરા આવી રહ્યો છે. અને ટેમ્પોામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે દાહોદ હાઈવે રોડ ગઢ ચુંદડી ગામ પાસે નાકાબંધી કરી હતી અને બાતમીવાળા ટેમ્પોને રોકીને તપાસ કરી હતી. જેમાં ખાલી પ્લાસ્ટીક કેરોટોની આડમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-6672 કિંમત 7.71 લાખના તેમજ ટેમ્પો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 10.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપીઓ બાદલ કેશરસિંહ બગેલ, સંદિપ નવલસિંહ કાવર, કમલેશ તેરસિંહ તેમર, પ્રદિપ જાલમસિંહ હુકવેને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે ગોધરા તાલુકાના સાંપા ગામના આરોપી સુનિલ ભારતસિંહ બારીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.