ગોધરા, ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ગોધરા તાલુકાના 61 પાટીયા પાસેથી મધ્યપ્રદેશ થી પથ્થર ભરી ઠાસરા તરફ જતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતાં રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર ગોધરા તાલુકાના 61 પાટીયા સર્વોદય હોટલ પાસેથી મધ્યપ્રદેશથી પથ્થર ભરીને ઠાસરા તરફ ટ્રક જઈ રહી હતી. દરમિયાન રાત્રિના સમયે ટ્રક ચાલકે ટ્રકમાં બ્રેક મારતાં લાગેલ આગને કારણે રોડ ઉપરથી પસાર થતા અન્ય કારણે રોડ ઉપરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો વાહન મુકીને દોડી આવ્યા હતા. ટ્રકમાં લાગેલ આગની ધટના અંગે સ્થાનિક દ્વારા ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં લાગેલ આગમાં ટ્રકના 6 ટાયરો બળીને ખાખ થવા પામ્યા હતા. ટ્રકમાં આગ લાગતાથી સાથે ચાલક બહાર નિકળી જતાં આબાદ બચાવ થવા પામ્યો હતો.