શહેરા તાલુકામાં ધામણોદ તળાવ પાસે ઈંગ્લીશ દારૂને સગેવગે કરવાની પેરવી સ્થળે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 34 હજારનો દારૂ ઝડપ્યો

શહેરા, શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા ઈસમે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી બાતમી એલ.સી.બી.પોલસીને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂના કવાટરીયાય નંગ-720 કિંમત 34,200/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાંં આવ્યો. પોલીસને રેઇડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા નરેશભાઇ જીવાભાઇ વણકર એ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને તળાવના ખુલ્લા ભાગમાં રાખીને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી બાતમી એલ.સી.બી.પોલીસને મળી હતી. બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂના કવાટરીયા નંંગ-720 કિંમત 34,200/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને રેઈડ દરમિયાન દારૂ મંગાવનાર નરેશ વણકર મળી નહીં આવતા આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.